HomeGujaratમોરબીની માળીયા વનાળિયા ગામની શાળાની નવી બિલ્ડિંગ નું કામનું ખાત મુહુર્ત કરાયું

મોરબીની માળીયા વનાળિયા ગામની શાળાની નવી બિલ્ડિંગ નું કામનું ખાત મુહુર્ત કરાયું

મોરબીના ત્રાજપર ગામની હદમાં થી અલગ થઈ નવી બનેલ મોરબી તાલુકાના માળીયા વનાળિયા ગામની લાયન્સ નગર પ્રાથમિક શાળાનું જૂનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી બે વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યું હતું જે બાદ તેને બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જોકે એજન્સી ન મળતા કામગીરી ઘોંચમાં પડી હતી જે બાદ ફરી લોકોની રજુઆત બાદ રી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જે પ્રકિયા પૂર્ણ થતાં શાળાની નવા બિલ્ડીંગનું ધારાસભ્ય, જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મોરબીના માળીયા વનાળિયા ગામે ગ્રામપંચાયત ખાતે શાળાના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા કલેકટર પંડ્યા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુલશીભાઇ, મોરબી જિલ્લા ભાજપ અજા. મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મોરબી જિલ્લા ભાજપ અજા. મોરચા ઉપપ્રમુખ દિપકભાઇ ચૌહાણ, ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સહિત પાર્ટીના વિવિધ હોદેદારો સહિત ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW