મોરબી માળિયા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતને જોડતા 12 રોડ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોય અને વિવિધ ગ્રામ પંચાયત દ્વારા આ મુદે જિલ્લા પંચાયતના અધિકારી પદાધિકારી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કક્ષાએથી રજૂઆત કરી હતી જે બાદ ધારાસભ્ય દ્વારા ગાંધીનગર ખાતે આ મુદે દરખાસ્ત મૂકી જે સરકાર દ્વારા મંજુર કરવામાં આવી હતી અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા આ 12 રોડની રિસરફેસ કામગીરી માટે રૂ 11.85 કરોડના જેટલી રકમ ફાળવી છે અને તેને લગતા જોબ નંબર ફાળવવામાં આવતા ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો
રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલા રોડમાં ચકમપર-જેતપર રોડ, નેશનલ હાઇવે થી સોખડા એપ્રોચ રોડ, રવાપર નદીથી સાદુળકા રોડ, બેલાથી તળાવીયા શનાળા રોડ, ગુંગણનો એપ્રોચ રોડ, ભક્તિનગરનો એપ્રોચ રોડ, સ્ટેટ હાઇવેથી તરઘડી રોડ, નેશનલ હાઇવે થી કાજરડા રોડ, સ્ટેટ હાઇવેથી માણાબા રોડ, માણાબા- ચીખલી-સુલતાનપુર રોડ, નેશનલ હાઇવે થી હંજીયાસર એપ્રોચ રોડ અને નેશનલ હાઇવેથી માળીયા એપ્રોચ રોડનો સમાવેશ થાય છે.

