HomeGujaratમોરબીના ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધી પાર્કિંગ સુવિધાના અભાવે ટ્રાફિક જામની કાયમી...

મોરબીના ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધી પાર્કિંગ સુવિધાના અભાવે ટ્રાફિક જામની કાયમી સમસ્યા

મોરબી શહેરપ્રવેશ દ્વાર સમાન ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધીનો વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષમાં ઝડપથી વિકસ્યો છે આજુબાજુમાં મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્ષ થવાની સાથે ખાણી પીણીની હોટેલના કારણે દિવસ રાત લોકોની મોટા પાયે અવર જવર રહે છે જોકે અહી બનેલા મસમોટા કોમ્પ્લેક્સ દ્વારા પોતાની પાર્કિંગ સુવિધા ન ઉભી કરતા મોટા ભાગના વાહન રોડ પાર્ક કરવા વાહન ચાલકો મજબુર બની રહ્યા છે અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ છે ખાસ કરીને સાંજના સમયે તેમજ શનિ રવિવારના દિવસે તો અહી ભારે અંધાધૂધી સર્જાઈ છે લોકોની હાલત એટલી હદે ખરાબ થઇ જાય છે અહી સિનેમા હોલ, શોપિંગ કોમ્પ્લેક્સ,હોટેલ આવેલી હોય તેમ છતાં અહી પાર્કિંગ સુવિધા ન હોવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા રોડ પરથી પસાર થતા સામાન્ય વાહન ચાલકોને ટ્રાફિક જામમાં ફસાવું પડે છે એમ્બ્યુલન્સની આવન જાવનનો મુખ્ય રોડ હોય અને ટ્રાફિક જામના કારણે પણ એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હોય છે ત્યારે આ મુદે સામાજિક કાર્યકર દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી જિલ્લા કલેકટર એસપી સહીતન અધિકારીઓને પત્ર લખી રસ્તા પર ખડકાયેલ ગેર કાયદે દબાણ દુર કરવા અને જે પણ કોમ્પ્લેક્ષ દ્વારા પાર્કિંગ સુવિધા ઉભી કરવા સુચના આપવામાં આવે તેવી માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW