મોરબી શહેરના વીસીપરાના પાછળના ભાગે આવેલા મફતિયાં પરાથી ગોર ખીજડીયા ગામ તરફ જવાના રસ્તે કાળા કલરનું જાકીટ અને સફેદ કપડા પહેરેલી હાલતમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ફરતા હોવાની એસઓજી ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે વોચ ગોઠવી હતી દરમિયાન આ શખ્સ મળી આવતા તેની તલાસી લીધી હતીએ અને પેન્ટના નેફામાંથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જે બાદ આરોપીની પૂછ પરછ કરતા તેનું નામ દિન મામદ તાજ મામદ ભટ્ટી અને મૂળ જામનગર જિલ્લાના કાલાવડના વતની હોવાનું અને હાલ માળિયા મિયાણામાં રહેતા હોવાનું જણાવ્યું હતું પોલીસે રૂ 10 હજારની કિમતનો તમંચો કબજે કરી આરોપીને ઝડપી લઇ બી ડીવીઝન પોલીસ હવાલે કર્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

