મોરબી જીલ્લામાં સબ સલામતના દાવા કરતી મોરબી પોલીસને આ વર્ષે ગંભીર ગુનાઓ અટકાવવામાં સફળતા મળી નથી ચાલુ વર્ષમાં હત્યા જીવલેણ હુમલા મારામારીની સાથે ચોરી ઘરફોડી ઘટના વધી છે તો મહિલા પર થતા અત્યાચારની ઘટના પણ વધી છે મોરબીમાં 2022ના વર્ષ કરતા 2023માં હત્યાની ઘટના માં 57 ટકા,તો વિઝીટેશન લુંટની ઘટનામાં 100 ટકા વધારો થયો છે ચોરીની ઘટનામાં 16 ટકા મારામારીની ઘટનામાં 39 ટકાનો વધારો નોધાયો છે તો આ ઉપરાંત અપહરણની ઘટના ગત વર્ષ પહેલા 17 ટકા જયારે ઠગાઈની તેમજ વિશ્વાસઘાતની ઘટનામાં ગત વર્ષ કરતા 50 ટકાનો વધારો થયો છે ગંભીર ગુનાની વાત કરીએ તો જીવલેણ હુમલાની ઘટના ગત વર્ષ જેટલી જ છે
જિલ્લામાં એક વર્ષમાં 30 હત્યા,13 લોકો પર જીવલેણ હુમલો, 139 જેટલી મારમારી સહિતની ઘટના નોંધાઈ હતી અને ગંભીર ગુનાની કુલ સંખ્યા4241પર પહોંચી હતી જોકે આ અકડો ગત વર્ષ કરતાં 489જેટલો વધારો છે. જોકે ઘરફોડી વાહન ચોરી તેમજ પ્રોહીબિસન સહિતના કેટલાય કેસ પોલીસ ચોપડે પણ નોંધાયા નથી . જિલ્લામાં સતત વધી રહેલી ગુનાખોરીના કારણે લોકોનો કાયદો વ્યવસ્થાની સ્થિતી પરથી ભરોસો ઉઠી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
મોરબી જિલ્લામાં દર વર્ષે ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાની અને સબ સલામત ના દાવા કરતી મોરબી પોલીસના આં દાવા પોકળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ હત્યા, ચોરી,દુષ્કર્મ, ઠગાઈ સહિતના ગંભીર ગુનામાં ઉછાળો આવ્યો છે. મોરબી જિલ્લામાં1 જાન્યુઆરી થી23 , ડિસેમ્બર સુધીમાં મોરબી જીલ્લામાં4241 જેટલા ગંભીર ગુના નોંધાયા હતા જે ગત વર્ષ કરતા 489 કેસ વધુ છે જુગાર અને આર્મ્સ એક્ટ હેઠળના 517ગુના નોંધાયા છે જે ગત વર્ષ કરતા 60 જેટલા વધુ ગુના નોંધાયા છે.
જો ગંભીર ગુનાનાની વાત કરીએ મોરબી જીલ્લામાં 30 લોકોની હત્યા થઈ હતી. તો 13 લોકો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાના પ્રયાસ થયા હતા. મારામારીની 139 ઘટના પોલીસ મથકમાં નોંધાઇ છે.
60 જેટલી અપહરણ ની ફરિયાદ નોંધાઇ છે. ઠગાઈ ના કેસ ગત વર્ષ કરતા બમણા એટલે કે,24 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત 27 જેટલી ઘર ફોડીની ઘટના ચોપડે નોંધાઈ છે તો અન્ય ચોરીની141 ઘટના સામે આવી છે વિશ્વાસ ઘાતની 16 જેટલી ઘટના ઘટી હતી. આ નોંધાયેલ ગુના માંથી મોટા ભાગના ગુનાઓ વધ્યા હોવાનું સામે આવ્યું છે વર્ષ2022 માં 19 હત્યા નોધાઇ હતી જેમાં આં વર્ષે11 નો વધારો થયો છે.જીવલેણ હુમલાની ઘટના ગત વર્ષ જેટલી મળી હતી.ચોરની ઘટના 19નો વધારો છે ગત વર્ષે 23 ડિસેમ્બરે122 ચોરીની ઘટના નોંધાઈ હતી.જ્યારે આં વર્ષે તે 141 પહોંચી છે.

