HomeGujaratરોડ એક્સીન્ટ બીલ વિશે ખોટી ગેર સમજણ ઉભી કરી મોરબીમાં ચક્કાજામ કરાવનાર...

રોડ એક્સીન્ટ બીલ વિશે ખોટી ગેર સમજણ ઉભી કરી મોરબીમાં ચક્કાજામ કરાવનાર 10 શખ્સની અટકાયત,

કેન્દ્ર સરકાર દ્વારા દિન પ્રતિ દિન વધતી જતી હીટ એન્ડ રનની ઘટનાઓ પર અંકુશ આવે અને સંજોગોવસાત અકસ્માત થયા બાદ ખુદ વાહન ચાલક દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરે તે માટે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા લોકસભા બીલ લાવ્યા હતા આ બીલને લઇ કેટલાક લોકો દ્વારા ગેર સમજણ ઉભી કરી ટ્રક ચાલકોને ગેર માર્ગે રવિરાજ ચોકડી પાસે શનિવારે સવારે કેટલાક ડ્રાઈવરોને કાયદા વિશે ખોટી માહિતી ફેલાવી ચક્કાજામ સર્જી દેવામાં આવ્યો હતો આ ઘટના બાદ પોલીસ સ્થળ પર દોડી જઈ ચક્કાજામ ખોલાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરુ કરાવ્યો હતો સાથે સાથે પોલીસ દ્વારા આ રીતે ગેરકાયદે મંડળી રચી વાહન વ્યવહારને અડચણ રુપ બનનારા (1) શનિભાઈ રમેશભાઈ વાંજા, રહે.માધવ ગૌશાળા પાસે રવાપર મોરબી, (2) મુકેશભાઈ બાબુભાઇ કોળી, રહે. વીશીપરા મોરબી, (3)શંકરભાઈ ભવરસિંગ ભીલ, રહે. ટીબડી પાટીયા પાસે મોરબી, (4)મુકેશભાઈ તેરૂભાઈ ભીલ, રહે. માણાબા તા.માળીયા મીયાણા જી.મોરબી, (5)મહેશભાઈ માઘુભાઈ જાદવ, રહે. ટીબડી તા-જી મોરબી, (6)રાજુભાઈ જવસિંગ પરમાર, રહે. ટીબડી તા-જી મોરબી મુળગામ સમોઇ તા.રાણાપુર જી.જાબંવા(એમ.પી), (7)જગદીશભાઈ હેમરાજભાઈ માંડવિયા, રહે. ધુનડા(સ) તા-ટંકારા જી. મોરબી, (8)મનુભાઈ ધનજીભાઈ ડાભી, રહે. મયુરનગર તા-હળવદ જી.મોરબી, (9)રમેશભાઈ જેઠાભાઈ સોલંકી, રહે.આંદરણા તા-જી મોરબી અને (10)અજયભાઈ લક્ષ્મણભાઈ ડામોર, રહે.પીપળીયા સહિતના આરોપીઓની અટકાયત કરી હતી અને તેમના વિરુદ્ધ આઈપીસી કલમ ૧૪૩,૧૪૯,૩૪૧ મુજબ ગુન્હો નોધી હાલ મોરબી તાલુકા પોલીસે અટક કરેલ 10 વાહન ચાલક આરોપી તથા અજાણ્યા 8 થી 10 ઇસમો નાસી ગયા હોય તપાસમાં જે ખુલ્લે તે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW