HomeGujaratમોરબીમાં 10 કરોડમાં રોડ રસ્તાના નવીનીકરણ કરાશે, ધારાસભ્યએ કોન્ટ્રાકટર સાથે બેઠક...

મોરબીમાં 10 કરોડમાં રોડ રસ્તાના નવીનીકરણ કરાશે, ધારાસભ્યએ કોન્ટ્રાકટર સાથે બેઠક કરી

મોરબી શહેરમાં વર્ષોથી રોડ ઉપર રોડ બનાવાની પરંપરા રહી છે જેના કારણે રોડની ઉચાઇ વધી ગઈ છે જેથી હવે આગામી દિવસમાં હયાત રોડ તોડીને હવે 10 કરોડના ખર્ચે ઉપર શ્યામ પાર્ક સોસાયટી, દલવાડી સર્કલથી આવાસ યોજનાનો રસ્તો, સામાકાંઠે પાવન પાર્કનો મેઈન રસ્તો, વીસીપરાના વિવિધ રસ્તાને સીસીરોડ, તખ્તસિંહજી અને કંસારા શેરીના રોડને પેવર બ્લોક રવાપર રોડ, પંચાસર રોડ, ભક્તિનગર સર્કલ પાસે યદુનંદન અને નીલકંઠ સોસાયટી, પંચાસર રોડ સહિતના સીસીરોડ અને ડામર રોડને નવેસરથી ખોદીને બનાવવામાં આવનાર હોય સારા રોડ બનવામાં સમય લાગ એમ હોય અને વેપારીઓ અને લોકોને ધીરજ રાખવા તેમજ સારા કામો થાય એ માટે પ્રજાને સહકાર આપવા તેમજ ગેરરીતિ થઈ હોય તો તેનું ધ્યાન દોરવાની અપીલ કરી છે. બ્રિજ સાથે આશરે સવા સો કરોડના કામો થશે તેવી ખાતરી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હતીમોરબી શહેરના રોડ રસ્તા સારી ગુણવતા અને ટકાઉ બને તે માટે પાલિકા કટિબદ્ધ છે  રોડના  માટે ટેન્ડર મજૂર કરી એજન્સીઓ ફાઇનલ કરી છે  નવા રોડના કામોમાં ટ્રાફિક ન થાય તેમજ કામમાં કોઈ બાધારૂપ ન બને તે માટે મોરબી વાસીઓને સહયોગ આપવા અપીલ કરીએ છીએ તેમ વહીવટદાર એન કે મુછારે જણાવ્યું હતું 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW