HomeGujaratમોરબીના રફાળેશ્વરમાં કરીયાણાની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,એક શખ્સની ધરપકડ

મોરબીના રફાળેશ્વરમાં કરીયાણાની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,એક શખ્સની ધરપકડ

મોરબીના રફાળેશ્વર નજીક આવેલી મારુતિ પ્રોવિઝન સ્ટોર નામની કરીયાણાની દુકાનમાં તાજેતરમાં તસ્કરો ત્રાટક્યા અને દુકાનના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલા રું1500ની કિંમતના રીલાયન્સ કંપનીનો ગેસ સીલીન્ડર તેમજ ઇન્ડેન કંપનીના બે ગેસ સીલીન્ડર કીંમત તેમજ દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ રૂપીયા 4600મળી કુલ કીંમત રૂપીયા12,100ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસની ટીમના કોન્સ્ટેબલ વાસુદેવભાઈ સોનગરા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે રફાળેશ્વર પાસે એક શંકાસ્પદ બાઈક ચાલક ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે બાઈક ચાલકને અટકાવી પૂછ પરછ કરતા તેનું નામ અશોકભાઈ ગાંડાભાઈ ઉઘરેજાને ઝડપી લીધો હતો અને તેની પૂછ પરછ કરતા તેની પાસેની બાઈક ચોરાઉ હોય તેમજ અગાઉ મારુતિ પ્રોવિઝન સ્ટોરમાં ગેસ સીલીન્ડરની ચોરી કરી હતી આરોપી પાસેથી બાઈક, મોબાઈલ અને ગેસ સીલીન્ડર સહીત રૂ 30 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW