ડિસેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનું જોર વધી રહ્યું છે.તેમાં પણ છેલ્લા સપ્તાહમાં જાણે ઠંડી માં અચાનક વધ્યું હોય તેમ તાપમાન પારો ઝડપથી ગગડી રહ્યો છે.આં સપ્તાહમાં લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી થી નીચું રહ્યું હતું.છેલ્લા બે દિવસથી વહેલી સવારે અને દિવસ ઢડવાની સાથે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તેમાં પણ મોડી રાત્રે તો કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગે છે લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જઈ રહ્યું છે દિવસ દરમિયાન પણ તાપમાન નો પારો ૩૦ ડિગ્રીથી નીચું રહેતું હોય જેના કારણે સાંજ પડતાં ઝડપથી ઠંડીનો અહેસાસ થવા લાગે છે
ઠંડીના કારણે જનજીવનને અસર પડી છે મોરબીમાં વહેલી સવારે લોકો મોટી સંખ્યામાં કસરત કરવા બગીચાઓ માં પહોચી રહ્યાં છે તો મયુર બ્રિજ, એલ ઈ કોલેજ અને. આસપાસ વિસ્તારમાં જોગિંગ માટે પહોંચી રહ્યા છે તો ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાળકોથી લઈ યુવાનો ક્રિકેટ ની મજા માણવાની સાથે ઠંડીમાં સ્વસ્થ સારું બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
બીજી તરફ મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે આવેલા સિંહ સંવર્ધન કેન્દ્ર સમાન રામપરા અભયારણ્ય અને જીનપુલ માં વસવાટ કરતા૧૧ પુખ્ત સિંહ તેમજ૯ સિંહ બાળની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે સિંહના પાંજરામાં હીટર મુકવામાં આવ્યા છે . તો એમના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે.હાલ પુખ્ત સિંહ માટે સરેરાશ૮થી૧૦ કિલો માંસ આપવામાં આવી રહ્યું છે તો બાળ સિંહને સરેરાશ૫થી૬ કિલો જેટલું માસ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમના રહેઠાણ સ્થળની ફરતે નેટ લગાવાયા છે જેથી ઠંડી હવા ઓછી જાય આં ઉપરાંત દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ ઘટતા દિવસે તડકામાં ફરવા ખુલ્લા છોડવામાં આવી રહ્યા છે.જેથી વાતાવરણને અનુકૂળ થઈ શકે આં ઉપરાંત વેટરનરી તબીબો દ્વારા ખાસ પ્રકારની તકેદારી અને ચેક અપ પણ કરવામાં આવતા હોવાનું રામપરા અભયારણ્ય ના આરએફઓ નારોડિયાએ જણાવ્યુ હતું.

