HomeGujaratમોરબીમાંવધુ એક કોમર્શીયલ કોમ્પ્લેક્ષના બાંધકામ સ્થગિત કરવા પાલિકાનો હુકમ

મોરબીમાંવધુ એક કોમર્શીયલ કોમ્પ્લેક્ષના બાંધકામ સ્થગિત કરવા પાલિકાનો હુકમ

મોરબી પાલિકા વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ મંજુરી વિના આડેધડ રેસીડેન્સીયલ વિસ્તારમાં કોમર્શીયલ કોમ્પ્લેક્ષના નિર્માણ થઇ રહ્યા છે અને આ કોમ્પ્લેક્ષ નિર્માણ વખતે જે શરતો મુકવામાં આવી હતી તેની પણ અવગણના કરવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવતા પાલિકા દ્વારા શરતોનો ભંગ બદલ બાંધકામની મંજુરી રદ કરવામાં આવી રહી છે. ગયા સપ્તાહમાં રવાપર રોડમાં નિર્માણ પામી રહેલા કોમ્પ્લેક્ષની મંજુરી રદ કર્યા બાદ હવે શનાળા રોડ પર નવા બસ સ્ટેશન સામેની સરકારી સોસાયટીની  ૧૯૬૨ માં  સ્થાપના થઇ હતી. હાલ  24 પ્લોટ ધારકો વર્ષોથી રહેણાંક મકાનમાં રહે છે. આ સોસાયટીમાં અચાનક અંદાજે એકાદ મહિના પેહલા સોસાયટીના સભ્યોની જાણ બહાર બે પ્લોટમાં  (પ્લોટન. ૧અ અને ૧બ)  આસ્થા બિલ્ડર દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું શરુ કરવામાં આવ્યું, જેનો સોસાયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, તો પણ કામ ચાલુ રહેતા સોસાયટીના સભ્યો દ્વારા કલેકટર કચેરી અને નગરપાલિકાનો સંપર્ક કરી જાણ કરવામાં આવતા ગઈ કાલે ઉપરોક્ત બાંધકામ ગેરલાયક ગણાવી બાંધકામ સ્થગિત કરવાનો હુકમ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો. આ ઉપરાંત ઉપરોક્ત બિલ્ડર દ્વારા સોસાયટીના સાર્વજનિક પ્લોટ ને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું હાલ પાલિકાના આ નિર્ણયને સ્થાનિકો વધાવી લીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW