HomeGujaratમોરબીના બે શખ્સ બનાસકાંઠામાં ચેકપોસ્ટ પરથી 4 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા

મોરબીના બે શખ્સ બનાસકાંઠામાં ચેકપોસ્ટ પરથી 4 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા

ગુજરાતમાં દિન પ્રતિદિન ડ્રગ્સની હેરાફેરી દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. હવે આ ડ્રગ્સનું ચલણ મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાં પણ વધી રહ્યું છે તેમાં પણ મોરબી જેવા આર્થિક રીતે સદ્ધર શહેરમાં હવે નશીલા પદાર્થ નું સેવન વધી રહ્યું છે અને મોરબીનું યુવાધન બરબાદીના રવાડે ચઢી રહ્યું હોય તેવી સ્થિતિ બની રહી છે.

બનાસકાઠા જિલ્લાના થરાદ પોલીસ મથક વિસ્તારની વાહન ચેકીંગ દરમ્યાન ક્રેટા કારમાંથી રૂ.4.5 લાખની કિમતના 40.5 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સહીત અન્ય મુદ્દામાલ મળી રૂ.14.37 લાખનો કબ્જે કર્યો હતો પોલીસે બન્ને શખ્સની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ્દ ગુન્હો નોધી હાથ ધરી હતી.રાજસ્થાનથી મોરબી લઇ જવા નીકળ્યા હતા અને ચેકિગ વખતે પોલીસની ઝપટે ચઢી ગયા હતા

મળતી માહિતી મુજબ, રાજસ્થાન ગુજરાત બોર્ડર પર બનાસકાઠા જિલ્લા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી અને થરાદ પાસેની ચેક પોસ્ટ પાસે વાહનોની ચેકિંગ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન GJ-36-AC-3531 નંબરની ક્રેટા કારની તલાસી લેતા તેમાંથી પ્રતિબંધિત મેફે ડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જે બાદ પોલીસે કારમાં સવાર બન્ને શખ્સને ઝડપી લીધા હતા અને તેની પૂછપરછ કરતા એક શખ્સનું નામ હાર્દિકભાઈ ઠાકરશીભાઈ પટેલ મોરબીનાં શ્રીપાર્ક સોસાયટી સનાળા રોડ નવા બસ સ્ટેન્ડના વતની હોવાનું જયારે બીજો શખ્સ રવી દુર્લભજી પટેલ મોરબીના જય અંબે પાર્ક, નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં હોવાનું કબુલ કરતા પોલીસે પોસ્ટ પાસેથી બન્ને આરોપી હાર્દિક ઠાકરશીભાઈ પટેલ અને રવિ દુર્લભભાઈ પટેલની અટકાયત કરી હતી અને તેમની પાસેથી રૂ.4.5 લાખની કિંમતનો 40.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ કાર મળી કુલ રૂ.14,37,220નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બન્ને આરોપી વિરુદ્ધ કરી થરાદ પોલીસે ગુનો નોંદ્યો હતો પોલીસે બન્ને આરોપીની પૂછ પરછ કરી હતી અને આ ડ્રગ્સ કોની પાસેથી મેળવ્યો હતો અને ક્યાં લઇ જતા હતા આ ડ્રગ્સ બીજા કોઈ ને વેચવાના હતા કે પોતે ડ્રગ્સ ના રવાડે હોય તે બાબતે તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW