મોરબીના નીચી માંડલ ગામ પાસે બે દિવસ પહેલા સુનીલભાઈ અને અશ્વિનભાઈ નામના યુવક બાઈક લઈને નીકળતા હતા તે દરમિયાન અકસ્માતે બાઈક કેનાલમાં ખાબક્યું હતું બન્ને યુવક ડૂબવા લાગ્યા હતા આ દરમિયાન સુનીલભાઈને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો જયારે અશ્વિન કારુભાઈ મોથુંતરીયા નામનો યુવક ડૂબવા લાગ્યો હતો જેમ તેમ કરી બહાર નીકળેલા સુનીલે આસપાસના લોકોને જાણ કરતા સૌ પ્રથમ તેઓએ યુવકને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે ન મળતા ફાયર વિભાગને જાણ કરી હતી મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ કરી હતી બે દિવસ સુધી યુવકની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લગયો ન હતો જોકે શનિવારે વ્હેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી

