HomeGujaratમોરબીમાં દલિત યુવકને માર મારવાની ઘટનામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓની...

મોરબીમાં દલિત યુવકને માર મારવાની ઘટનામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી

મોરબીમાં 15 દિવસના પગાર આપવાના બહાને દલિત યુવકને ઓફિસે બોલાવી ઢોર માર મારવા અને ચપ્નીપલ મોઢામાં લેવા મજબુર કરી માફી મગાવવા અંગે નોધાયેલી પોલીસ ફરિયાદની ઘટનામાં મોરબી જેલમાં બંધ વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા અને તેના ભાઈ ઓમ સીતાપરા, રાજ પટેલ, પરીક્ષિત પટેલ,પ્રિત પટેલ સહિતના આરોપીઓની પોલીસે અટકાયત કર્યા બાદ વધુ પૂછ પરછ માટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રીમાંન્ડ પુરા થયતા તમામને મોરબી જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા બાદમાં આ આરોપીઓ દ્વારા મોરબી જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરી હતી જે અરજી માં આજે મોરબી કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી વિભૂતિ પટેલના વકીલ દ્વારા જામીન આપવા અંગે કારણો સાથે દલીલો રજુ કરી હતી સામે પક્ષે સરકારી વકીલ દ્વારા પણ દલીલો રજુ કરવામાં આવી હતી બન્ને પક્ષની દલીલ આધારે કોર્ટે આરોપીઓની જામીન અરજી રદ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW