મોરબી શહેરના ઘૂટું ગામ પર મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પતિનો જુગાર ધામ ચલાવતા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ત્રણ પતા પ્રેમીને ઝડપી રૂ 3,54,800 રોકડા સહિતનો મુદામાલ જપ્ત કરી તેના વિરુધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી જિલ્લામાં જાણે જુગારની મોસમ ખીલી હોય તે પ્રકારે અનેક જગ્યાઓ પર જુગારની ક્લબો ધમધમી રહી છે ત્યારે ઘૂટું ગામમાં આવેલ રેણાક મકાનમાં ચાલતા જુગાર ધામ ઉપર મોરબી એલસીબીએ દરોડા પાડ્યા હતા અને ત્રણ પતા પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા બનાવની પ્રાપ્ત વિગત મુજબ કેતન રતિલાલભાઈ સોરીયા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી અને જુગારધામ ચલાવી રહ્યો હતો જેમાં ભાવેશ ભગવાનજીભાઈ પટેલ રહે ઉમા ટાઉનશીપ દિનેશ ગંગારામભાઈ પટેલ રહે ઘુંટું ગામના ને ઝડપી પાડયા હતા આરોપી પાસેથી રોકડા ₹19,800 મોબાઈલ 5 કિમત 35000 ગાડી કિંમત 300000 મળી કુલ મુદામલ 3,54,800 નો ઝડપી પાડી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો

