મોરબીના રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથા મળે આવેલી રાણીબા ઇન્ડસ્ટ્રી અને એક્સપોર્ટ નામની પેઢીમાં કામ કરતા યુવકે 15 દિવસનો પગાર માતા યુવકને ઢોર મારમારી ચપલ મોઢામાં લેવા જેવી કરતુત કરવાની ઘટનામાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ રાજ પટેલ ઓમ પટેલ પરીક્ષિત ડી.ડી.રબારી સહીતના આરોપીઓ સામે અલગ અલગ કલમ હેઠળ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો હતો જે બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને ઘટનાની તપાસ માટે આજે મોરબી પોલીસની ટીમ રાણીબા ઇન્ડસ્ટ્રી નામની પેઢીની ઓફિસ ખાતે તપાસ અર્થે પહોચી હતી અને ત્યાં તપાસ કરી હતી
બીજી તરફ બનાવ બાદથી વિભૂતી પટેલ અને તેના સાગરીતો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જેની પોલીસ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આજે એટ્રોસિટી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે અરજીની આવતીકાલે સુનવણી હાથ ધરવામાં આવશે

