HomeGujaratટંકારાના હિરાપર પાસે બેકાબુ ટ્રક ખેતરમાં ઘુસ્યો કુદરતી હાજતે બેઠેલા યુવકને...

ટંકારાના હિરાપર પાસે બેકાબુ ટ્રક ખેતરમાં ઘુસ્યો કુદરતી હાજતે બેઠેલા યુવકને હડફેટે લેતા મોત

ટંકારા તાલુકાના હીરાપરા ગામના પાટિયા પાસે આવેલ ફેબ્રિકસ પોલીપેક નામની ફેક્ટરી પાસે મંગળવારે બપોરના સમયે ગીરીશકુમાર ચંદુભાઇ આહજોલીયા નામનો ૩૩ વર્ષીય યુવક કુદરતી હાજતે જવા રોડની સાઈડમાં આવેલા શેઢા પાસે ગયો હતો તે દરમિયાન અચાનક જી.જે ૦૩ ડબ્લ્યુ ૭૯૨૪ નંબર નો ટ્રક અચાનક પુર ઝડપે ધસી આવ્યો હતો અને રોડની સાઇડમાં પાર્ક કરેલ જી.જે ૩૬ વી ૩૪૫૮ સાથે અથડાયો હતો અને બેકાબુ થઇ રોડ નીચે ઉતરી જઈ ખેતરના શેઢા સુધી પહોચી ગયો હતો અને ત્યાં ગીરીશ કુમાર આહજોલીયાને ટક્કર મારી ગંભીર ઈજા પહોચાડતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે ટંકારા પોલીસે કૌટુંબિક સગા ભરતભાઇ બચુભાઇ વરસાણીએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW