HomeGujaratમોરબીમાં ઉછીના આપેલ રૂપિયા પાછા માગતા યુવકને ત્રણ શખ્સે લમધારી નાખ્યો

મોરબીમાં ઉછીના આપેલ રૂપિયા પાછા માગતા યુવકને ત્રણ શખ્સે લમધારી નાખ્યો

મોરબી નજીક રવાપર ગામની હદમાં આવેલા શકિત ટાઉનશિપમાં રહેતા અને ઘરકામ કરતા દુગાબેન કેસેભાઈ બેકે નામની મહિલાના પુત્ર પ્રકાશે રતન રામબહાદુર થારું નામના શખ્સને રું.૫૦૦૦રોકડા ઉછીના અપાયા હતાં. જે પૈસા પ્રકાશે રતન પાસે પાછા માંગતા તેને સારૂ ન લાગતા અને આરોપી રતન રામબહાદુર થારૂ રહે. રવાપર રોડ લોટસ સોસાયટીની સામે ઓરડીમાં મોરબી, માનબહાદુર પદમબહાદુર વિશ્વકર્મા રહે. રવાપર રોડ લોટસ સોસાયટીની સામે ઓરડીમાં મોરબી કમલ થારૂ દુગાબેન ઘરે આવી પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપી દિકરાના માથાના ભાગે મુર્તિ મારતા માથાના ભાગે ગંભીર ઇજા કરેલ અને આરોપી માન બહાદુર એ દિકરાને શરીરે ઢીકા પાટુનો મુઢમાર મારેલ અને કમલ થારુ નાએ ફરી.શ્રીના દિકરાને માટલા વડે હાથમાં તથા પગમા મારતા ડાબા હાથમાં ફેકચર જેવી ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW