HomeGujaratમોરબી પંથકમાં તહેવારના દિવસોએ પણ આપઘાતના બે બનાવ

મોરબી પંથકમાં તહેવારના દિવસોએ પણ આપઘાતના બે બનાવ

એક તરફ લોકો હર્ષોલાસથી તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આવા સમયે મોરબી પંથકમાં પણ આપઘાતની બે ઘટના સામે આવી હતી.બનાવની મળતી માહિતી મુજબ

મોરબી તાલુકાના ચાંચાપર ગામની હદમાં સીમ વિસ્તાર આવેલા શિવ પોલીટેક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજુરી કામ કરતા મૂળ ઉતર પ્રદેશના વતની શિવકુમાર રામભવન વર્મા નામના 29 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઓરડીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા મૃતકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૃતદેહનું પીએમ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

આપઘાતનો બીજો બનાવ મોરબીના કાંતિપુરમાં ગામમાં બન્યો હતો. કાંતિપુરમાં રહેતા અમૃતભાઈ બાબુભાઇ પરમાર નામના 45 વર્ષીય યુવાને પોતાના ઘરમાં અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બન્ને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW