રાજ્યની વિવિધ જેલમાં ફરજ બજાવતા જેલ કર્મીઓની લાંબા સમયથી પ્રોત્સહન ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી રહ્યા હતા જે માંગણી રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી દિવાળીના સમયે જે મંજુર કરી એક અનોખી ભેટ આપી છે. રાજ્યની જેલના જેલ સહાયકથી લઇ સુબેદાર રેન્ક સુધીના કર્મચારીનો પ્રોત્સાહક ભથ્થામાં વધારો કરવામાં આવતા જેલ કર્મીઓના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. અને જેલ પરિવાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.
જેલ પરિવારોના ઘરે આનંદનો દીપ પ્રજ્વલિત કરતી રાજ્ય સરકાર !
— Harsh Sanghavi (@sanghaviharsh) November 11, 2023
▪️માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં…
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં ▪️વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે. તેવી જાહેરાત ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં નીચે મુજબનો વધારો લાગુ થશે :
જેલ સહાયક – રૂ.૩૫૦૦/- , અગાઉ ન હતું
સિપાઈ – રૂ.૪૦૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
હવાલદાર – રૂ.૪૫૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
સુબેદાર – રૂ.૫૦૦૦/- અગાઉ ૬૦ રૂ હતું
આ ઉપરાંત ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.૧૫૦/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.૬૬૫/- રજા પગાર ચુકવવામાં આવશે આ ઉપરાંત જેલ પ્રભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.૨૫/-માં વધારો કરીને રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે.

