HomeGujaratમોરબીમાં તહેવાર સમયે જાહેરમાં કચરો ફેકનાર 5 વેપારી ને પાલિકાએ દંડ ફટકાર્યો

મોરબીમાં તહેવાર સમયે જાહેરમાં કચરો ફેકનાર 5 વેપારી ને પાલિકાએ દંડ ફટકાર્યો

મોરબીમાં તહેવારના સમયે મોરબીના મુખ્ય માર્ગો પર તેમજ બજાર માં જાહેરમાં કચરાના ઢગ ખડકાયેલ છે જેના કારણે શહેરમાં માત્ર ગંદકી જ દ્દેખાઈ છે. જાહેરમાં કચરા ફેકી  ગંદકી કરવામાં શહેરીજનો અને વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય તેમ લાગી રહ્યું છે  જિલ્લા કલેકટરે જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવી જન આરોગ્યને જોખમમાં મુકતા વેપારીઓ સહિતના લોકો સામે કાર્યવાહી કરવાની તાકીદ કરતા. મોરબી પાલિકાની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા  આજે જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા વેપારીઓ ઉપર  કાર્યવાહી શરુ કરતા  5 વેપારીઓને જાહેરમાં ગંદકી કરતા પકડી પાડ્યા હતા અને તેમને  રૂ.1200નો દંડ ફટકાર્યો હતો.

 બે દિવસ સુધી શનાળા રોડ, રવાપર રોડ, નહેરુ ગેઇટ ચોક બજાર, ગેસ્ટ હાઉસ રોડ સહિતના વિસ્તારોમાં વેપારીઓ સહિતના લોકોને જાહેરમાં કચરો ન ફેકવો તેવી તાકીદ પણ કરી હતી. તેમ છતાં પણ કચરો નાખતા જણાતા પાલિકાની ટીમે રામ રસ, ચામુંડા ટી સ્ટોલ, ગેમ ઓવર કપડાં, અન્ય કપડાંની દુકાન અને મહેશ પાનના સંચાલકો સામે કાર્યવાહી કરી હતી.

લોકોની ફરિયાદ મુજબ શહેરમાં ઘણી જગ્યાએ નગરપાલિકા તંત્રની કચરા ગાડી આવતી નથી અને તંત્ર દ્વારા યોગ્ય રીતે કચરો ઉપાડવાની કાર્યવાહી પણ થતી નથી. ઘણી બધી જગ્યાએ કચરાના ગંજ ખડકાયા હોવાની વચ્ચે તંત્રએ આજે દંડનીય કાર્યવાહી કરતા વેપારીઓ સહિતના લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW