વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતા શારદાબેન જાદવજીભાઈ સીતપરા ઉ.વ.40 એ આરોપી શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા રહે. લીંબાળા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.05-11- 2023 ના રોજ ફરીયાદીના દિકરાએ આરોપીની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે સારૂ નહી લાગતા ફરીયાદીને આરોપીએ ગાળુ આપી લાકડી વતી બંને હાથે ફેકચર કરી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ભોગ બનનાર શારદાબેને આરોપી વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

