HomeGujaratટંકારાના બંગાવડી ખાતે સ્કોર્પિયો કારે બાઈકને ઠોકર મારતા બે યુવાનોના મોત

ટંકારાના બંગાવડી ખાતે સ્કોર્પિયો કારે બાઈકને ઠોકર મારતા બે યુવાનોના મોત

ટંકારા જામનગર સ્ટેટ હાઇવે પર આવેલા બંગાવડી ગામ પાસે રવિવારે બપોરના સમયે પુર ઝડપે આવતી જીજે 36 એસી 2360 નંબરની કાળા કલરની સ્કોર્પિયો કાર પુર ઝડપે ધસી આવી હતી અને બંગાવડી ગામ પાસેથી પસારથી જીજે10ડીએફ 3827 નંબરની બાઈક લઈને જતા ને યુવાનોને હડફેટે લીધા હતા. કાર એટલી હદે સ્પીડમાં હતી કે બનાવ બાદ કાર પલટી મારી ગઈ હતી અને રોડની સાઈડમાં પડી ગઈ હતી બીજી તરફ બાઈક પણ મોટા પાયે ક્ષતિ ગ્રસ્ત થયું હતું આ માર્ગ અકસ્માતમાં બન્ને યુવકના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા બનાવ બાદ બન્ને મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ બાદ મૃતકના પરિવારજનોએ કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW