ટીંબડી પાટીયા પાસે સુરેશ પેટ્રોલીયમમાં રહેતા ૨૧ વર્ષીય યુવાન અસલમ અસગર અંસારી(મુળ રહેવાસી-બસહીયા બનવીરપુર,ઉતરપ્રદેશ)તા.૦૪/૧૦/૨૦૨૩ના રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં મોટર સાયકલ નંબર GJ-36-D-0690 લઇને જતો હતો તે દરમ્યાન મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડી પાટીયા પાસે આવેલ સોમનાથ સર્વીસ સ્ટેશનની સામે સર્વીસ રોડ નજીકની જગ્યાએ મોટર સાયકલ આડુ અચાનક કુતરુ આવતા અકસ્માતે મોટર સાયકલ ડીવાડરની પાળી સાથે અથડાતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું

