HomeGujaratહળવદની રઘુનંદન સોસાયટીની મહિલાઓએ માટલા ફોડી કર્યો પાણી માટે પોકાર

હળવદની રઘુનંદન સોસાયટીની મહિલાઓએ માટલા ફોડી કર્યો પાણી માટે પોકાર

નગરપાલિકાની હેલ્પલાઈનનો ફિયાસ્કો: પાણી માટે રસ્તા પર ઉતરવાની ચીમકી

ચોમાસાની વિદાય અને શિયાળાની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં હળવદ શહેરમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. જો શિયાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાય તો પછી ઉનાળામાં લોકોને પાણી માટે વલખા મારવા પડશે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. હળવદ શહેરની રઘુનંદન સોસાયટીમાં મહિલાઓએ પાણી માટે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે. વારંવાર રજૂઆત છતાં નિભંર તંત્ર તેમનો અવાજ નહીં સાંભળતા મહિલાઓએ આગામી દિવસોમાં પાણી માટે રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે મહિલાએએ જણાવ્યું કે, છેલ્લા 12 મહિનાથી પાણીની સમસ્યા છે અને પાણી માટે ટાંકા મંગાવવા પડે છે. નગરપાલિકા વેરા ઉઘરાવે છે પરંતુ પાણીની સુવિધા આપતું નથી. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદીન સુધી સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી હવે અમને પણ નગરપાલિકાએ જતા શરમ આવી રહી છે. આ સાથે જ મહિલાઓએ જણાવ્યું કે, પાણીની સાથે કચરાની ગાડી પણ આવતી નથી અને સોસાયટીમાં ગંદકી થાય છે. જેથી કરીને રોગચાળાનો ભય રહેલો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, રઘુનંદન સોસાયટીમાં પાણીની સમસ્યાનો હલ ક્યારે આવે છે. જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં મહિલાઓએ રસ્તા પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW