મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા રામદેવ પીર મંદિર પાસે રહેતા અને મજુરી કામ કરતા મનોજ રમેશભાઈ જાદવ નામના યુવાનના કૌટુંબિક ભાઈ અનીલ ડાયાભાઈ જાદવ તેમના મિત્ર મણીલાલ કરશનભાઈ કાલરીયાને ઘરે લઈને આવ્યા હતા અને તેમની પાસે ઇકો કાર હોય જે સારી કન્ડીશનમાં અહોય અને તેમને વેચવાની હોવાનું જણાવતા મનોજે કાર તપાસ કરતા તેને ગમી ગઈ હતી અને રૂ ૩ લાખમાં સોદો નક્કી થયો હતો જે બાદ 1.5 લાખ સોદો થયા બાદ અને બાકીના એક મહિના બાદ આપવાનું નક્કી થયું હતું યુવાને કાર લેવા પરિવારના દાગીના ગીરવે મૂકી તેમજ તેની પાસેની તમામ રકમ મળી રૂ 1.50 લાખ એકઠી કરી હતી અને વકીલ પાસે નોટરી કરાવ્યા બાદ કૌટુંબિક ભાઈ ની હાજરીમાં 1.50 લાખ મણીલાલને આપી હતી તેમજ તેમના ઘરે આવી જણાવ્યું હતું કે વાહનના તમામ અસલ ડોક્યુમેન્ટ તેમના વતન જીવાપારમાં હોય અને આગામી દિવસમાં લાવી તેમના નામે કરી દેશે તેવી ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા
થોડા દિવસ બાદ જયારે યુવાને વાહનના કાગળ આપવાની વાત કરી તો શરુઆતમાં બહાના કરી ટાળી દેતા હતા બાદમાં જાણવા મળ્યું હતું કે મણીલાલે આ કાર બીજા કોઈ વ્યક્તિને વેચી દીધી છે અને તેના રૂપિયા પણ પરત માગ્યા હતા પરંતુ આરોપીએ ટુકડે ટુકડે રૂપિયા પરત કરી દેવાનું કહી બહાના બાજી કરતા મનોજભાઈએ તેના કૌટુંબિક ભાઈ અનીલ જાદવ અને મણીલાલ કાલરીયા સામે છેતરપીડીની ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

