સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના જૂની ખડ પીઠના વતની દેવજીભાઈ મથુરભાઈ જાદવ અને તેના કાકા ગત તા 10 ના રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર જીજે 13 એલ 4072 નંબરનું બાઈક લઈને જતા હતા તે દરમિયાન લાલપર નજીક ઓમકાર પેટ્રોલ પંપ સામે અજાણ્યા ટ્રક ચાલકે પુર ઝડપે બેદરકારીથી ટ્રક ચલાવી જીજે 13 એલ એલ 4072 નંબરનું બાઈક લઈને દેવજીભાઇ મથુરભાઇ જાદવ તથા તેના કાકા ભુપતભાઇ વજાભાઇને હડફેટે લીધા હતા બનાવમાં કાકા ભત્રીજાને ઈજા પહોચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ભુપતભાઇને મૃત જાહેર કર્યા હતા અને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા બનાવ અંગે દેવજીભાઈએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

