HomeGujaratમાળિયાના મોટા દહીંસરામાં પ્રાચીન ગરબીનું આયોજન

માળિયાના મોટા દહીંસરામાં પ્રાચીન ગરબીનું આયોજન

માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે જેમાં ગામની તમામ જ્ઞાતિની બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધનામાં જોડાય છે. ગરબીમાં બાળાઓ પ્રાચીન ગરબા પર રાસ લે છે આ ઉપરાંત અલગ અલગ જિલ્લાની રાસ મંડળી આવીને પણ ભાતીગળ રાસ લે છે અને પ્રાચીન સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરે છે આ ગરબીના આયોજન થકી 9 દિવસ દરમિયાન જે ફાળો એકત્ર થાય છે તે તમામ રકમ આયોજકો દ્વારા આસપાસના મંદિરમાં ભંડારો ચલાવવામાં આવે છે અને ભૂખ્યા લોકો તેમજ સાધુ સંતોને ભરપેટ ભોજન આપવામાં આવે છે

આયોજકો દ્વારા ગરબી મંડળની બાળાઓની સુરક્ષાને ધ્યાને લઇ ખાસ કાળજી રાખે છે દુરથી કોઈ દીકરી ગરબા રમવા આવે અને જો વાલીઓ સાથે ન હોય તો આયોજકો ખુદ તેમને ઘરે મુકવા જતા હોવાનું પણ જાણવા મળ્યા છે આ ઉપરાંત જો કોઈ ગરબા રમતી દીકરી કે પછી કોઈ જોવા આવેલા લોકોં દાગીના પડી જાય તો તેને મૂળ માલિક સુધી પહોચે તેની પણ ખાસ કાળજી લેવામાં આવે છે તેમ આયોજકો કાનજીભાઈ ભાણાભાઈ ચાવડાએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW