માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે આવેલ આર.ડી.સી બેંક સામે ઢોર બાંધવાના વરંડામાંથી જુગાર રમતા ૧૫ આરોપીને ઝડપી લઈને પોલીસે રૂ 2 .36 લાખની રોકડ અને 16 મોબાઈલ મળી કુલ રૂ ૩.07 લાખનો મુદામાલ જપ્ત કરી તમામ જુગારીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો 5 શખ્સના નામો ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘાટીલા ગામના વિજયભાઈ મગનભાઈ વિડજા, રમેશભાઈ ભોજિયા, અશ્વિનભાઈ ઉર્ફે કાનો મનજીભાઈ વિડજા, ધર્મેન્દ્રભાઈ ઠાકરશીભાઈ વિડજા અને જીજ્ઞેશભાઈ બળદેવભાઈ વિડજા બધા ભેગા મળી ભાગીદારીમાં જુના ઘાટીલા ગામે આર.ડી.સી. બેંક સામે આવેલ જીજ્ઞેશભાઈ બળદેવભાઈ વિડજાના કબ્જા વાળા ઢોર બાંધવાના વરંડામાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી
જ્યાં જુગાર રમતા નવીનભાઈ કાલિદાસભાઈ પટેલ, સુનીલભાઈ નંદલાલભાઈ પટેલ, કાસમ અબ્દુલભાઈ સંધી, પ્રવીણભાઈ અંબારામભાઈ વિડજા, નરેન્દ્રભાઈ નાથાલાલ વિડજા, જયંતીભાઈ ત્રિભોવનભાઈ જાકાસણીયા, અરવિંદભાઈ દુર્લભજીભાઈ કોળી, દિનેશભાઈ પોલજીભાઈ જશાપરા, વિનોદભાઈ જેસંગભાઈ કોળી, વિમલભાઈ શાંતિલાલ પટેલ, દલસુખભાઈ ધનજીભાઈ પટેલ, કરશનભાઈ હેમુભાઈ કોળી, રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ, હરદેવસિંહ ગુલાબસિંહ જાડેજા, દિનેશભાઈ રમેશભાઈ પટેલ રહે બધા જુના ઘાટીલા તા. માળિયા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨,૩૬,૫૦૦ અને મોબાઈલ નંગ ૧૬ કીમત રૂ ૭૧,૦૦૦ મળીને કુલ રૂ ૩,૦૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી માળિયા પોલીસ મથકમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે
તો આરોપી વિજય મગનભાઈ વિડજા, રમેશભાઈ ભોજીયા, અશ્વિનભાઈ ઉર્ફે કાનો
મનજીભાઈ વિડજા, ધર્મેન્દ્રભાઈ ઠાકરશીભાઈ વિડજા, જીજ્ઞેશભાઈ બળદેવભાઈ વિડજા રહે બધા જુના ઘાટીલા તા. માળિયા વાળાના નામ ખુલતા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

