HomeGujaratમોરબીના લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠ્ઠા નોરતાથી દુર્ગાપૂજા મહોત્સવનો શુભારંભ

મોરબીના લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠ્ઠા નોરતાથી દુર્ગાપૂજા મહોત્સવનો શુભારંભ

બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ દ્વારા સાતમાં વર્ષે આગામી ૨૦ ઓક્ટોબરથી મોરબીના લખધીરવાસ ચોક ખાતે દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.નવરાત્રીના છઠ્ઠા નોરતે થી દુર્ગા પૂજાનો પ્રારંભ થશે અને ૨૪ ઓક્ટોબર વિજયા દશમી સુધી મહોત્સવ ઉજવાશે.

દુર્ગાપૂજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો મહી પરંતુ તમામ જનજાતી સમુદાયને સાથે ચાલીને ઉજવવામાં આવે છે દુર્ગા પૂજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે પાંચ દિવસ ચાલતા ઉત્સવમાં સ્થાપના, દેવી દુર્ગાનું બોધન, આહ્વાન નિવાસ, નવ પ્રતીક પ્રવેશ, સંપ્તમી મીહિત પૂજા, મહા અષ્ટમી કલ્પરંભ, મહા નવમી વિહિત પૂજા, દશમી વિહિત પૂજા, સરસ્વતી પૂજા, દુર્ગાષ્ટમી, હવન, પુષ્પાંજલિ, લક્ષ્મી પૂજા, મહા આરતી, ઢોલ અને સિંદુર ખેલા જેવા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે અને વિજયા દશમીના દિવસે દુર્ગા પૂજાનું વિસર્જન કરવામાં આવશે

ભારતની મહાન સંસ્કૃતિ અને બંગાળની પરંપરાના સમન્વય સમાન દુર્ગા પૂજા પંડાલમાં બુદ્ધિના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, સંપતી અને એશ્વર્યના દેવી લક્ષ્મી, મહિસાસુર મર્દની માં દુર્ગાનું પૂજન, અર્ચન અને આરતી તેમજ સ્તુતિ કરવામાં આવે છે જે દુર્ગા પૂજા મહા ઉત્સવનો મોરબીની ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે

દુર્ગાપૂજા મહોત્સવના જાજરમાન આયોજનને સફળ બનાવવા કમિટી મેમ્બર રામભાઈ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, પ્રદીપભાઈ કુંડુ, તુષાર પ્રમાણિક, સંદીપ મોન્ડાલ, વાસુદેવ અધિકારી, ચંચલ બેરા, સંજય દોલાઈ, બબલુ જોહર, તુષાર ભુનીયા, શુભાશિષ મોન્ડાલ, આશિષ પાલ સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW