મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને મિતલ સોલંકી અને કિશન રમેશભાઈ કૈલાએ ફોનની મદદથી મિત્ર બનાવી વિશ્વાસમાં લીધી હતી. ત્રણ મહિના પહેલા આ લંપટ શખ્સોએ સાઈ બાબા મંદિરે બોલાવ્યા હતા અને ભોળપણનો લાભ લઇ સેલ્ફી લીધી હતી અને અને ફોટાના સહારે અશ્લીલ માંગણી કરતા સગીરા ના પડતા બદનામ કરવાની ધમકી આપી હતી તેની સાથે બળજબરી કરી વિડીયો કોલ કરી ન્યુડ થવા મજબુર કરી હતી આ વિડીયો રેકોર્ડ કરી પોતાનો અસલી ખેલ શરુ કર્યો હતો બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ટુકડે ટુકળે 70 હજાર રોકડા ,સોનાની બુટી અને મોબાઈલ સહીતની રકમ સહીતનો મુદામાલ પડાવી લીધો હતો લાંબા સમય સુધી આ રીતે બ્લેક મેઈલ કરતા હોવાની જાણ સગીરાના માતા ને થતા તેમણે મિતલ સોલંકી અને કિશન રમેશભાઈ કૈલા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

