મોરબી રેલવે સ્ટેશન પાછળ આવેલા ખાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રમેશભાઈ ધનજીભાઈ સોલંકી (ઉ.વ.૫૦) તથા શનીભાઈ ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.૩૨) રહે. બંને મોરબી નવલખી રોડ રેલવે સ્ટેશન પાછળ અલીશાપીરની દરગાહ નજીક તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦૭૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

