મોરબીના માધાપરમાં રહેતા અલ્પેશભાઇ કાંતીભાઇ ધમસાણીયાની ત્રાજપર ગામ પાસે આવેલા ખોડીયાર સેલ્સ એજન્સી નામની પાન મસાલાની કામ કરતો જયદિપભાઇ બીપીનભાઇ કાઠીયા નામનો કર્મચારી 7 મહિના પહેલા દુકાનમાં રાખેલા રૂ 9.58 લાખની કિમતની નાના મોટા તમાકુના ડબ્બા અને ચુનાના કાર્ટુન સહિતના સામાનની ચોરી કરી બારોબાર વેચી દીધા હતા જે અંગે વેપારીને જાણ થતા તેને આ બાબતે જયદીપને પૂછતાં યોગ્ય જવાબ આપ્યો ન હોય જેથી આ તમામ સામાન જયદીપ કોઠિયાએ વેચાણ કરેલ હોવાનું સામે આવતા આજે અલ્પેશભાઈએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી છે

