HomeGujaratવાંકાનેરમાં સિરામિક ફેક્ટરીમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ અચરનાર શખ્સને 20 વર્ષની સજા...

વાંકાનેરમાં સિરામિક ફેક્ટરીમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ અચરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

વાકાનેર તાલુકાના એક સિરામિક ફેકટરીમાં રહેતા એક પર પ્રાંતીય શ્રમિક પરિવારની 14 વર્ષની દીકરીનું વિક્રમ ભગીરથ મેઘવાલ તેની પત્ની પુજાબેન તેમજ વિશાલ ઉર્ફે બંટી મહેશભાઈ સૂર્યવંશી નામના સખ્સે મળી બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યાની અને કાનપુર ખાતે લઇ ગયા હતા અને વિશાલે 8 મહિના સુધી પોતાની પાસે સગીરાને રાખી તેની મરજી વિરુદ્ધ શારરિક સંબંધ રાખી ગર્ભવતી કરી દીધી હતી આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી ફરિયાદ આધારે પોલીસે 24 વર્ષીય વિશાલ ઉર્ફે બંટી મહેશભાઈ સૂર્યવંશીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો

પોલીસ તપાસ બાદ આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં તબદીલ થઇ ગયો હતો જ્યાં જે તે સમયના સરકારી વકીલ સંજય દવે તેમજ હાલના મદદનીશ વકીલ નીરજ કારિયા દ્વારા સરકાર તરફથી કેસ લડ્યા હતા અને આ કેસને લગતા 11 મૌખિક પુરાવા તેમજ 49 લેખિત દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા તેમજ આરોપીના વિરુધ્ધ ધારદાર દલીલ કરી હતી બન્ને પક્ષની દલીલો સાંભળી સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજે આરોપી વિશાલ ને આઈપીસી 363 અંતર્ગત 5 વર્ષની કેદ અને 5 હજારનો દંડ,આઈપીસી 366 હેઠળ 7 વર્ષની કેદ તેમજ 7000નો દંડ તેમજ આઈપીસી કલમ 376 (2)(H,I,M )તેમજ પોક્સો એક્ટ હેઠળ આરોપીને 20 વર્ષની કેદ ફટકારી હતી તેમજ 20 હજારનો દંડ ફટકાર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW