Thursday, July 4, 2024
HomeGujaratમોરબીના રવાપરમાં શક્તિ ટાઉનશીપ પાસેના નવરાત્રી મહોત્સવનું આયોજન રદ કરવા માંગ,કલેકટરને આવેદન

મોરબીના રવાપરમાં શક્તિ ટાઉનશીપ પાસેના નવરાત્રી મહોત્સવનું આયોજન રદ કરવા માંગ,કલેકટરને આવેદન

નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે મોરબી શહેરની આસપાસના અલગ અલગ પાર્ટી પ્લોટ અને જાહેર મેદાનમાં અર્વાચીન નવરાત્રી મહોત્સવના આયોજન પણ થવા લાગ્યા છે ત્યારે મોરબીના રવાપર ગામ નજીક આવેલા શક્તિ ટાઉનશીપ તેમજ બાજુમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેના આયોજનની તૈયારીઓ પણ થવા લાગી છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ અર્વાચીન ગરબીના આયોજનને લઇ વિરોધ શરુ થવા લાગ્યો છે સ્થાનિકોએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવાયું હતું કે રહેણાંક વિસ્તારમાં આ નવરાત્રી આયોજનથી મોડી રાત સુધી લાઉડસ્પીકરના અવાજ અને ટ્રાફિકની સમસ્યા સર્જાશે અહી મોટી સંખ્યામાં નાના બાળકો, વડીલો અને બીમાર લોકો પણ રહેતા હોય જેને આં લાઉડસ્પીકરના અવાજથી ખલેલ પહોંચી શકે છે જેથી આ આયોજન રદ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે જો આ આવેદનપત્ર બાદ પણ નવરાત્રીનું આયોજન થશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW