HomeGujaratમોરબીમાં પોલીસે 1.94 લાખની કિમતના એમડી ડ્રગ સાથે એક રાજસ્થાની શખ્સ ઝડપાયો

મોરબીમાં પોલીસે 1.94 લાખની કિમતના એમડી ડ્રગ સાથે એક રાજસ્થાની શખ્સ ઝડપાયો

મોરબીમાં યુવાનોને નશાના રવાડે ચડાવવાનું કાવતરું ચાલી રહ્યું છે વિદેશી દારૂની કાયમી હેરાફેરી વચ્ચે નશાના સોદાગરો ક્યારેક આયુર્વેદિક શિરપના નામે આલ્કોહોલનું વેચાણ કરે છે તો કેટલાક એમડી ડ્રગનું વેચાણ પણ વધ્યું છે મોરબીમાં અવાર નવાર એમડી ડ્રગ્સના જથ્થા સાથે પેડલર પકડાય છે. જોકે મોરબીમા મોટા જથ્થામાં મોકલનાર ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પોલીસનો હાથ ટુંકો પડી રહ્યો હોય તેમ માત્ર નાના નાના ડ્રગ્સનું વેચાણ કરતા તત્વોને પકડી સંતોષ માની લે છે આવા જ એક ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સને ઝડપી પોલીસ પોતાની પીઠ થપથપાવી રહી છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામમાં આવેલા નવદીપ સ્કુલની બાજુમાં આવેલા ક્રિષ્ના વાડી રોડ પર આવેલા કિશન રબારીની બિલ્ડીગમાં આવેલા બીજા માળે રહેતો મૂળ રાજસ્થાનના પ્રતાપ ગઢનો વતની હકીમ રોડાજી આકી નામનો શખ્સ પોતાના મકાનમાં ગેર કાયદે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો અને હકીમ રોડાજી આકીને ગેર કાયદે એમડી ડ્રગ્સનું વેચાણ કરતો ઝડપી લીધો હતો આરોપીના મકાનમાંથી રૂ 1.94 લાખનો 19.40 ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો આ ઉપરાંતન તેના મકાનમાંથી એક વજન કાંટો,મોબાઈલ રોકડા 85 હજાર, સહીત 2,80,000નો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો નોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી

આરોપીની પૂછપરછ દરમિયાન રાજસ્થાનના દાઉદ ઈબ્રાહીમ બેલીમ તેમજ મોરબીના જીતેન્દ્ર રામજી પ્રજાપતિ એમ બે શખ્સના પણ નામ ખુલ્યા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરીહતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW