HomeGujaratવચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થયેલ શખ્સ બે વર્ષે ઝડપાયો

વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થયેલ શખ્સ બે વર્ષે ઝડપાયો

મોરબીની જેલમાં બંધ આરોપી  જામીન પર મુકત થયા બાદ મુદત પૂર્ણ થયે હાજર થયો ન હતો અને બે વર્ષથી ફરાર હતો.આં ફરાર શખ્સ ને એલસીબીની ટીમે અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતેથી ઝડપી લીધો હતો અને તેના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન પરથી છુટેલ, જેલ ફરારી અને પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હોય જેને પગલે એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાચા કામનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પ્રહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ (ઉ.વ.૨૨) રહે રાજસ્થાન વાળો હાલ મોરબી સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે બંધ હોય જે આરોપીને જેલ ખાતેથી વચગાળાના જામીન પર તા. ૧૭-૦૫-૨૦૨૧ થી તા ૧૭-૦૮-૨૦૨૧ સુધી મુક્ત કરવામાં આવ્યો હતો

જે કાચા કામના આરોપીને તા. ૧૮-૦૮-૨૦૨૧ ના રોજ સબ જેલ મોરબી ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયો ના હતો અને ફરાર થયો હતો જે કેદીને ખાનગી બાતમીને આધારે અરવલ્લી જીલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતેથી ઝડપી લઈને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW