HomeGujaratવાંકાનેરમાં બીજાના હથીયારનો ફોટો સોશ્યલ મીડિયામાં મૂકી ભય ફેલાવનાર

વાંકાનેરમાં બીજાના હથીયારનો ફોટો સોશ્યલ મીડિયામાં મૂકી ભય ફેલાવનાર

વાકાનેર તાલુકાના રાતાવીરડામાં રહેતા બાબુભાઇ ચોથાભાઇ પાંચીયા પાસે કોઇ પણ પ્રકારના હથિયાર લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે અને પોતાના શોખ દેખાડવા બીજાના લાયસન્સ વાળું હથિયાર મેળવી
બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના સોશ્યલ મીડિયાના આઇ.ડી.માં પોસ્ટ કર્યું હતું જે અંગેની મોરબી એસઓજીની ટીમને જાણ થતા તેઓએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી તેને ઝડપી લીધો હતો જે બાદ પોલીસે જેના નામનું લાયસન્સ હતું તેની તપાસ કરતા અરજણભાઇ હિન્દુભાઇ પાંચીયાનું લાયસન્સ વાળું હથીયાર હોવાનું સામે આવ્યું હતું જે બાદ વાંકાનેર તાલુકા પોલીસે બન્ને વિરુદ્ધ આઈપીસી આર્મ્સ એકટ કલમ-૨૯,૩૦ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW