મોરબી શહેરના મોટા ભાગવિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા કાયમી છે સાંકડા રોડના કારણે ટ્રાફિક જામ થતા લોકોની કલાકો વેડફાતી હોય છે તો હવે સનાળાથી નેશનલ હાઇવેને જોડતા સ્ટેટ હાઈવેનો બાયપાસ વિસ્તાર પણ જાણે કાયમી ટ્રાફિકનું સ્થળ બની ગયો હોય તેમ અહી કાયમી ટ્રાફિક જામ સર્જાતા હોય છે ત્યારે આજે ફરી એકવાર સાંજના સમયે નવલખી ફાટકથી છેક પંચાસર ચોકડી સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનોના થપ્પા લાગી ગયા હતા સાંજના સમયે લોકો કામ ધંધા પરથી પાછા ફરતા હોય છે જેના કારણે વાહનોની સંખ્યા વધી જતી હોય છે અને તેના ખાસ કરીને પંચાસર ચોકડી અને વાવડી ચોકડી બન્ને ચાર રસ્તામાં એક તરફ શહેરમાંથી આવતા જતા વાહનો તેમજ બીજી તરફ બાયપાસ રોડ તરફથી વાહનો એકઠા થઇ જતા હોવાથી ટ્રાફિક જામ સર્જાઈ છે આ બન્ને ચોકડી પર કાયમી પોલીસ ચોકી મુકવાની લાંબા સમયથી માંગણી કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી પગલા ન લેવામાં આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે

