HomeGujaratમોરબી પાલિકાએ 4 સ્થળે મૂર્તિ કલેક્શનની કરી સુવિધા લોકોને જાતે નદીમાં વિસર્જન...

મોરબી પાલિકાએ 4 સ્થળે મૂર્તિ કલેક્શનની કરી સુવિધા લોકોને જાતે નદીમાં વિસર્જન ન કરવા સુચના

મોરબી શહેરમાં ભગવાન ગણેશની 11 દિવસ સુધી ધામધૂમથી ઉજવણી કર્યા બાદ હવે તેમની વિદાયનો સમય આવી ગયો છે આજે દુંદાળા દેવને વાજતે ગાજતે વિદાય આપવામાં આવશે. મોરબી નગરપાલિકા દ્વારા ભગવાન ગણેશજીના વિસર્જન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ આયોજન કરાયું છે શહેરના મોરબીના શનાળા રોડ ખાતે આવેલા સ્કાય મોલ પાસે ના ખાલી મેદાનમાં
જેલ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વીસીપરા નજીક આવેલ એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કુલ સામા કાઠે એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ ચાર સ્થળ મૂર્તિઓને એકત્રિત કરવાનું અને ત્યાર બાદ એક સાથે મોરબીના જૂની આરટીઓ કચેરી પાસે ખાણમાં મૂર્તિ વિસર્જન કરવાનું આયોજન કરાયું છે. સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાને લઇ મૂર્તિઓનું વિસર્જન કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે પાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ તમામ સુવિધા સાથે સુરક્ષિત રીતે અને લોકોની આસ્થાનું સન્માન જળવાઈ તે રીતે મૂર્તિ વિસર્જન કરી રહ્યું છે મોરબી પાલિકા દ્વારા લોકોને નક્કી કરવામાં આવેલ સ્થળે સવારે 10થી મૂર્તિઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે સાથે સાથે લોકોને વહેલી તકે મૂર્તિઓ પહોચાડવામાં અવેત એવી અપીલ કરાઈ છે જેથી સમયસર તેનું વિર્સજન કરી શકાય મોરબી પાલિકા દર વર્ષે મૂર્તિ વિસર્જન માટે અલાયદિ વ્યવસ્થા કરવમાં આવે છે જેથી કોઈ દુર્ઘટનાથી બચી શકાય મોરબી શહેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાઈ કે પછી અવ્યવસ્થા ન સર્જાઈ તે માટે મૂર્તિ વિસર્જન સ્થળે ફાયર વિભાગના જવાનો ફાયર બ્રાઉઝર રેસ્ક્યુ બોટ સહિતના સાધનો સાથે તૈનાત રેહેશે આ સિવાય મોરબી નગર પાલિકાના પણ વિવિધ વિભાગના કર્મચારી અને શાખા અધિકારી મૂર્તિ કલેક્શન સેન્ટર તેમજ વિસર્જન સ્થળે રહેશે આ ઉપરાંત વિસર્જન સ્થળે ક્રેન સહિતની કામગીરીમાં જોડવામાં આવશે આ સિવાય રાત્રીના સમયે અંધકાર ન થાય તે માટે હેવી લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW