HomeGujaratમોરબીના શાપર નજીક નશીલી આયુર્વેદિક શિરપની ૮૪૦ બોટલ પકડાઈ

મોરબીના શાપર નજીક નશીલી આયુર્વેદિક શિરપની ૮૪૦ બોટલ પકડાઈ

 મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુવાનોને નશાના રવાડે ચડાવવા કેટલાક લેભાગુ તત્વો અવનવા કિમિયા કરી રહ્યા છે. આવા જ એક ગેર કાયદેસર રીતે નશીલા પદાર્થનું વેચાણ કરે છે. ત્યારે મોરબીતાલુકાના સાપર ગામે પાનની દુકાનમાંથી નશીલા આર્યુવેદીક સિરપનો જથ્થો ઝડપાયો હતો. મોરબી તાલુકા પોલીસની ટીમે તમામ મુદામાલ જપ્ત કરી દુકાનના વેપારી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસની ટીમના એએસઆઇ જયદેવસિંહ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પરમાર,દિનેશ બાવળિયા અને દિવ્યરાજ સિંહ જાડેજા સહિતના પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે હતી. સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ, શ્રીરામ પ્લાઝા ખાતે આવેલી ડીલક્ષ પાન નામની દુકાનના સંચાલક આરોપી દિનેશ લાલજીભાઇ મેવાડા પાસેથી રૂ.૨૦,૪૦૦ની કિમતની અલગ અલગ નશીલી આર્યુવેદીક સિરપ ૧૩૬ નંગ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૨૦ મુજબ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW