HomeGujaratમોરબીમાં મહિલા ફોરેસ્ટર પર હુમલો કરનાર બે શખ્સ વિરુદ્ધ નોધાઇ ફરિયાદ

મોરબીમાં મહિલા ફોરેસ્ટર પર હુમલો કરનાર બે શખ્સ વિરુદ્ધ નોધાઇ ફરિયાદ

મોરબીના જુના નાગડાવાસ ગામ પાસે ગુજરાત ગેસ કંપનીના માણસો ગેર કાયદે વૃક્ષ કાપતા હોવાની ફરિયાદ મળતા મોરબી વન વિભાગની ટીમના મહિલા વન કર્મચારી સોનલબેન શીલુ અને તેમની ટીમ સ્થળ પર પહોચ્યા હતા અને ત્યાં તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન કપાયેલ ન હોવાનું જાણવા મળ્યું હતું જેથી આરોપી વસંતભાઈ રાઠોડ આવી પહોચ્યા હતા અને ઉશ્કેરાઇ જઇ સોનલબેન સાથે ઉચા અવાજે બોલવા લાગેલ કે વૂક્ષો કાપેલ છે તમે લેખીતમા વૂક્ષો કાપેલ છે તેવુ આપો તેમ કહી ખોટો રીપોર્ટ લખવા દબાણ કર્યું હતું જ અને તેમની ફરજમા રૂકાવટ કરી દરમિયાન બીજો આરોપી જયેશ ગગુભાઈ મિયાત્રાએ ગુજરાત ગેસનુ કામ કરતા માણાસોને ગાળો આપતા હોવાથી આ કામના સોનલબેને પોતાના મોબાઇલમા વિડીયો ઉતાર્યો હતો અને આરોપી જયેશેએ
મોબાઇલ પડાવવા જતા તેઓએ મોબાઇલ નહી આપતા હુમલો કરી સોનલબેનને ગળાના ભાગે તથા વાસાના ભાગે ઢીકા મારી મુંઢ ઇજા પહોચાડી હતી તેમજ ને છુટો પથ્થરનો ઘા મારી ડાબા પગના ઢીચણના ભાગે મુંઢ ઇજા પહોચાડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે વસંતભાઈ રાઠોડ ,જયેશ ગગુભાઈ મિયાત્રા વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW