મોરબી જિલ્લામાં વર્ષ 2017-18 અને 2018-19 ના વર્ષમાં મોરબી જીલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના 334 જેટલા તળાવ નાની સિંચાઈ અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાની કામગીરી સોપવામાં આવી હતી જોકે આ કામમાં મોટા પાયે કૌભાંડ સર્જાયું હતું અને કરોડો રૂપિયાના કૌભાંડ થયા હતા જે તે સમયે પોલીસ ફરિયાદ બાદ તત્કાલીન કોંગ્રેસ ધારાસભ્ય પરસોતમ સાબરિયા સહિતના મોટા નેતા ની ધરપકડ થઇ હતી. જે બાદ ધીમે ધીમે આખા પ્રકરણમાં જાણે દબાવી દેવાયું હોય તેમ શું કાર્યવાહી થઇ તેવાં સવાલ વચ્ચે આજે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ આં કામ સાથે જોડાયેલ 28 મંડળી દ્વારા ભરવામાં આવેલા રૂ 70 લાખ જેટલી રકમ જપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા પંચાયતના ડીડીઓ જાડેજા જણાવ્યું હતું કે નાની સિંચાઈ યોજના અંગેના તળાવ રીપેરીંગ કામગીરી અને તળાવ ઊંડા ઉતારવાના 334 કામ હાથમાં લેવામાં આવ્યા હતા જેમાં કૌભાંડ થયાનું સામે આવ્યું હતું જેમાં 28 મંડળી હતી આ તમામ મંડળીની રૂ 70 લાખ રૂપિયા ડીપોઝીટ પેટે લેવામાં આવ્યા હતા તે રકમ જપ્ત કરવામાં આવી છે.

