હળવદ તાલુકાના ભલગામડા પાસે થી કાળા રંગના પેન્ટ અને પીળા રંગનો શર્ટ પહેરેલા એક યુવકની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. લાશ એટલી હદે કોહવાય ગઈ હતી કે શરીરનો આંખો ભાગ કાળો પડી ગયો હતો તેમજ પગના ભાગેથી ચામડી પણ ઉખડવા લાગી હતી હતી ઘટના ની જાણ થતા સ્થાનિકોએ હળવદ પોલીસને જાણ કરતા હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈહતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક હળવદ તાલુકાના ભલગામડાના રમણભાઈ ભરવાડની વાડીમાં રહેતા અને ખેત મજુરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ૩૩ વર્ષીય યુવક મોહનભાઈ નાહરપુરાની હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે પોલીસે હાલ એડી નોધી તપાસ હાથ ધરી છે યુવકની હત્યા થઇ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે જોકે હાલ ફોરેન્સિક તપાસ બાદ જ સાચું કારણ સામે આવે તેવી શક્યતા છે

