મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલા ધર્મમંગલ સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો હતો. અને જુગાર રમતા નિશાબેન ભીખાભાઇ લોરીયા, પુષ્પાબેન અનિલભાઇ સનારીયા કૈલાશબેન ભાવેશભાઇ બારૈયા,ભાવનાબેન દલસુખભાઇ કાવર, ભાવનાબેન તુષારભાઇ બાવરવા,કંચનબેન ભગવાનભાઇ કાલરીયાને લીધી હતી અને તેની પાસેથી રૂ 2550 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો
બીજા એક બનાવમાં મોરબી તાલુકાના બીલીયા ગામના છેવાડાના વિસ્તારમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા રમેશભાઇ કુંવરજીભાઇ ઓગાણીયા, જયંતિભાઇ રામજીભાઇ કાવર,દિપકભાઇ સવજીભાઇ અઘારા,વશરામભાઇ ભગવાનજીભાઇ બાવરવા, દિનેશભાઇ કાનજીભાઇ વ્યાસ, અશ્વિનભાઇ હરીભાઇ વ્યાસને ઝડપી લીધા હતા. આં સ્થળ પરથી પોલીસે 29,500 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી તાલુકાના આંદરણા ગામમાં આવેલા અનિલભાઇ દુદાભાઇ ચાવડાના મકાન માં આરોપી બીજા લોકોને એકઠા કરી જુગાર રમી રમાડી રૂપિયા ઉઘરાવતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા અનીલ દુદાભાઇ ચાવડા,રમેશભાઇ જેઠાભાઇ સોલંકી, દિલીપભાઇ મગનભાઇ પરમાર,. બેચરભાઇ હિરાભાઇ વાછાણી,અનિલભાઇ કલાભાઇ સોલંકી, પ્રકાશભાઇ રવજીભાઇ ચૌહાણ, જનકભાઇ શામજીભાઇ કલાડીયા. રમેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી,મેહુલભાઇ ધરમશીભાઇ માકાસણાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 71,000 રોકડા સહીતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
આ ઉપરાંત અ મકનસર ગામની હદમાં આવેલા એકસેલ સિરામિક નજીકથી પોલીસે જયેશભાઇ બલવંતભાઇ મેર,કાનજીભાઇ રમેશભાઇ, ઇશ્વરભાઇ પોપટભાઇ બદરચીયા, મનસુખભાઇ વશરામભાઇ બાવળીયા, રાકેશભાઇ બળવંતભાઇ ગળથરા
અવધેશ ગીરધારીલાલ ગૌતમ, ધર્મેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ ચૌધરી, રોહિતકુમાર સુરજપાલ કુમાર,ને જુગાર રમતા દબોચી લીધા હતા અને તેની પાસેથી રૂ 21 800 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કરી તમામ લોકો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

