મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારમાં આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત કેફીન પદાર્થનું વેચાણ વધ્યું છે. આયુર્વેદિક શિરપ નામે યુવધનને બરબાદ કરવાના આં ગોરખધંધા નો એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો હતો.એસ ઓજી ટીમને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના ચરાડવા ખાતે બસ સ્ટેશન પાસેની મુરલીધર હોટેલનો સંચાલક રાજેશ ડાયા સોનગ્રા આવા નાશકારક શિરાપ વેચતો હોય અને આં બાતમી આધારે તપાસ કરતા શખ્સે ગોપાલ નગર માં આવેલા મકાનમાં મોટા પાયે આવી શીરપ છુપાવી હોવાનું જણાવ્યુ હતું જેથી એસ ઓજીએ દરોડા પાડી સ્થળ પરથી રું૩,૪૬,૪૨૫ની કિંમતની અલગ અલગ બે પ્રકારની કુલ ૨૩૨૫ બોટલ શિરપ નો જથ્થો કબજે કર્યો હતો.અને આરોપી રાજેશ ડાયા સોનગ્રાની ધરપકડ કરી હતી.
બનાવ અંગે આરોપી વિરૂદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો અને તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી
હળવદના ચરાડવામાંથી SOG ની ટીમે આયુર્વેદિક સીરપના નામે ચાલતા નશાનો કારોબાર પકડી પડ્યો, ૨૩૨૫ બોટલ નશાકારક સીરપ જથ્થો જપ્ત
RELATED ARTICLES

