પીડિત પરિવાર દ્વારા 302 ની કલમ ઉમેરવા અરજી કરતા આજે બન્ને ના પક્ષ રજુ કરવાના હતા
મોરબીના ઝૂલતા પુલ તૂટવાની ઘટનામાં ઝડપાયેલા 10 આરોપી પૈકી આજે ઑરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ, મેનેજર દીપક પારેખ તેમજ અન્ય 4 આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આં કેસમાં પીડિત પરિવાર દ્વારા આઈપીસી302ની કલમ ઉમેરવા અંગે અરજી કરી હતી.જેના પર આજે પીડિત પરિવાર ના વકીલની દલીલ સંભાળવાની હતી જોકે અગાઉના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર એસ કે વોરાના રાજીનામા બાદ નવા પબ્લિક પ્રોસિક્યુટર ની નિમણુક થઈ ન હોવાથી કેસમાં સુનવણી ટળી હતી કોર્ટે હવે નવી મુદત આપી હતી આગામી 5 સપ્ટેમ્બર ના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે જોકે ત્યાં સુધીમાં નવા પી.પી ની નિમણુક થાય તો આગળ કાર્યવાહી થાય તેવી સંભાવના છે જોકે નિમણુક નહિ થાય તો આગામી મુદતે શું થશે તે જોવાનું રહ્યું

