મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળી હતી.જેમાં જિલ્લામાં હાલ સમસ્યા અને તેના નિવારણ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી, શહેરી વિસ્તાર ખડકાયેલા દબાણ દૂર કરવા,શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા રોડ રસ્તાના બ્રિજ ગુણવતા સભર બનાવવા અને તેના પર મોનીટરીંગ કરવા સહિતના મુદ્દે ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ જિલ્લા વિવિધ વિભાગ ના શાખા અધિકારીઓ જોડાયા હતા
મોરબી કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના કેટલાક ગામડાઓની પીવાના પાણીની સમસ્યા દુર કરવા, રસ્તા પર તેમજ શહેરી વિસ્તારના દબાણો દુર કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ કરવું, બંધ થયેલ રાશનકાર્ડ ફરીથી શરૂ કરવા, દરિયાઈ ખારાશ આગળ વધતી અટકાવવા રાજાશાહી વખતે બનેલા પાળાનું સમારકામ કરવું, શાળાઓમાં શિક્ષકોની ઘટ, હળવદના તળાવની સફાઈ કરવા સૌની યોજના હેઠળ જિલ્લામાં સર્વે કરી વધુ તળાવો સાંકળી લઈ ગામડાઓનું સિંચાઈ માળખું વધુ સુદ્રઢ બનાવવા, મોરબીમાં નવી ૧૮ આંગણવાડીની કામગીરીની સમીક્ષા વગેરે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સમયમર્યાદામાં યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકાર ઈલાબેન ગોહિલ અને ઈશિતાબેન મેર તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

