HomeGujaratમોરબીમાં દબાણો અને કચરાના ગંજને કારણે 40 ફૂટનો રોડ વનવે બની ગયો

મોરબીમાં દબાણો અને કચરાના ગંજને કારણે 40 ફૂટનો રોડ વનવે બની ગયો

મોરબીના પંચાસર રોડ ગીતા ઓઇલ મિલથી આગળ રોડ ઉપર ભારે દબાણો ખડકી દેવામાં આવ્યા છે. જાગૃત નાગરિકમાં જણાવ્યા મુજબ આ રોડ ઉપર ગેરકાયદે મકાન ખડકી દીધું છે. ઉપરથી આડેધડ વાહનો પણ પાર્ક કરવામાં આવે છે અને આટલું ઓછું હોય એમ રોડ ઉપર કચરાના ગંજ ખડકાયા છે. આ પંચાસર રોડ 40થી 50 ફૂટનો માર્ગ છે  પણ આડેધડ દબાણો અને કચરાના ગંજ તેમજ પાર્ક થયેલા વાહનોના જમેલાને કારણે વનવે જેવી માર્ગ થઈ ગયો છે. રીક્ષા જેવા સામાન્ય વાહનો નીકળી શકે તેટલી જ જગ્યા બચી છે. જે તસ્વીરમાં જોઈ શકાય છે. જો કે પંચાસર રોડ ઉપર મોટી માત્રામાં વાહનો પસાર થાય છે  આથી આટલી સાંકડી જગ્યામાં બીજા વાહનો નીકળી ન શકતા ટ્રાફિકજામ થતો હોય રોડ ઉપરથી તંત્ર દબાણો હટાવે તેવી માંગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW