HomeGujaratબાળકની દત્તક આપવા પ્રકિયા સરકારી નિયમ મુજબ જ થશે,બાળક રાખવું ન રાખવું...

બાળકની દત્તક આપવા પ્રકિયા સરકારી નિયમ મુજબ જ થશે,બાળક રાખવું ન રાખવું 60 દિવસમાં નક્કી કરતો :હાઇકોર્ટ 

મોરબી દુષ્કર્મ પીડિત સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ  દતક આપવા મુદે  અરજી કરી હાઈકોર્ટનો ઇનકાર
મોરબી જીલ્લાની એક દુષ્કર્મ પીડિત સગીરાએ થોડા દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એક બાળકને જન્મ આપ્યો હતો. દુષ્કર્મ પીડિત સગીરાએ અગાઉ તેના વકીલ મારફતે 8 મહિનાનો ગર્ભ હતો ત્યારે ગર્ભપાત કરવા મંજુરી માગી હતી પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી જે બાદ સગીરા અને તેના પરિવાર બાળકને સ્વીકારવા રાજી ન હતા જેથી બાળક દતક આપવાની સ્થિતિ સર્જાઈ હતી જોકે આ દરમિયાન દુસ્કર્મ પીડિત સગીરાના પરિવારે વકીલ મારફતે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં તેમના વતી વકીલ દ્વારા બાળકને દતક તેમના પસંદગીના લોકોને આપવામાં આવે તેવી માંગણી કરી હતી જોકે કોર્ટ દ્વારા તેમની આ માંગણી સ્વીકારવાની ના પાડી હતી અને  જેથી બાળક સરકારને સોપવાનું રહે છે પીડિતાના વકીલ દ્વારા એવી દલીલ પણ કરવામાં આવી હતી કે તેની પાસે દતક લેનાર સારા લોકો [પણ છે જેથી બાળક કોને દતક આપવું તેની પસંદગી તેમણે આપવામાં આવે જોકે  કોર્ટે અરજદારના વકીલે કહ્યું હતું કે તમારી મરજી પ્રમાણે બાળક દત્તક ના અપાય. બાળક તમારે રાખવું કે કેમ એ ચાર મહિનામાં નક્કી કરો. સરકારી અધિકારીના કહ્યા પ્રમાણે જો બાળક સરકાર લઈ લે તો તેના 61મા દિવસથી બાળક પરત મળશે નહીં. કોર્ટે એમ પણ જણાવ્કયું હતું કે તમે બાળકને રાખી શકો છો, જ્યારે દત્તક આપવાની ઈચ્છા થાય ત્યારે સરખી જ કાર્યવાહી ફોલો કરવી પડશે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે 18 વર્ષ સુધીના બાળકને દત્તક આપવાની જોગવાઈ છે.

ReplyForward
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW