HomeGujaratમોરબીમાં જમીન સોદો રદ થતા ઘરેથી નીકળી ગયેલા આધેડ મળી આવ્યા

મોરબીમાં જમીન સોદો રદ થતા ઘરેથી નીકળી ગયેલા આધેડ મળી આવ્યા

મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલા પાપાજી ફન વર્લ્ડ નજીક આનંદ નગરમાં રહેતા જમીન મકાનના લે વેચનો વ્યવસાય કરતા અશોક કરસનભાઈ ભટ્ટી નામના ૫૧ વર્ષીય આધેડે થોડા સમય પહેલાં જમીન મકાન વેચવાના હેતુથી સગા સબંધી પાસેથી ૩૨ લાખ લીધાં હતાં. જોકે આ જમીન અંગેનો સોદો રદ થઈ જતાં પોતે રોકેલા રૂપિયા ચૂકવી શકયા ન હતા અને હવે સબંધીઓએ રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી જેથી હવે આ રૂપીયા પાછા આપવા મુદ્દે મૂંઝાઈ ગયા હતા અને ચિંતામાં અશોકભાઈ ગત ૨૭ જુલાઈના રોજ વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા પરિવારે શોધખોળ કર્યા બાદ પણ પતો ન લાગતા અંતે પુત્ર જયદીપ ભાઈએ એ ડિવિઝન પોલીસ મથક ગુમ સુદા અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અંતે તેઓ હેમ ખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW